PRABHAV GUN GATHA| VILOMA JHAVERI



Published on 11 Jan 2019 / in Guru Vandana
-:Upkari Gurudev:-
Girivihar Prerak P. P. A. Shree
HEMPRABHSURI MAHARAJA

-:Gurukrupa Patra:-
P.P.Aachary shree
VIGYANPRABHSURI MAHARAJA

-:Lyrics:-
Sadhvi Shree
VARISHENASHREEJI
Maharaj

-:Singer:-
VILOMA JHAVERI
Gowalia Tank, Mumbai

-:Sponsored By:-
*SINGER MEHULBHAI VORA
BORIVALI
*RONAK PANKAJBHAI SHAH
DAHEGAM
*PARAM KALYAN MITRA

-:Editing by:-
NISARG JAIN

એક યશોગાથા ગુરૂ ગુણની...
મેં તો માળા ગુંથી ગુરૂ નામની...

કરૂણા સાગર ગુણગણના સાગર...

જય પ્રભવસૂરિ...
જય ચંદ્રસૂરિ...
જય બોલો કેસરસૂરિરાયની,

વરસાવો કરૂણા દયાના ઝરણા,
ભરી દો સમકિત સુખલડી...

લઘુવયમાં સંસાર છોડીને,
લીધી સંયમની વાટલડી,

ચંદ્રના ચરણોમાં શીશ ઝુંકાવ્યું,
જોતા ઠરે સહુની આંખલડી,

નાથીબેનના નંદ
દામોદરજીના ચંદ
જય બોલો સલકીના લાલની,

વરસાવો કરૂણા દયાના ઝરણા,
ભરી દો સમકિત સુખલડી...

સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા,
સ્થવિરવયની રક્ષા કાજે,

ગિરિવિહારનું નિર્માણ કીધું,
મુક્તિ નગરની વીણા વાગે,

જય કેસરસૂરિ...
જય કમલસૂરિ...
જય બોલો
મુક્તિવિજય ગણિરાયની.

વૃદ્ધો માટે સાધના મંદિર,
બન્યું છે ગુરૂ ઉપદેશથી.

જીવન વનમાં વનરાજ જેવા,
પ્રત્યેક કાર્યોમાં નિડર બન્યા,

જ્ઞાનની મસ્તી સાધ્યની સાધનામાં,
ગુરૂદેવ અતિ શૂરવીર બન્યા,

રૂડી ઉપાસના, છોડી વાસના,
તેનો છેલ્લી ઘડીએ સરવાડો થયો,

વરસાવો કરૂણા દયાના ઝરણા,
ભરી દો સમકિત સુખલડી...

અભિલાષા આશાને આકાંક્ષા ત્યાગી.,
આત્મભાવોમાં તલ્લીન થયા,

અદ્ભૂતયોગી આનંદઘનજીના,
સ્તવન પદોમાં લયલીન બન્યા,

ભલે વેદના અપાર નહિ કાયામાં સાર,
એમ ગુરૂજી વિચારે છેલ્લાં શ્વાસે,

વરસાવો કરૂણા દયાના ઝરણા,
ભરી દો સમકિત સુખલડી...

સિદ્ધગિરિ સિદ્ધગિરિ ધ્યાન ધરંતા,
હેમપ્રભ વિજયજીની માયા છોડી,

સ્વમુખે સહુને વોસિરાવી દીધા,
ખમાવ્યા સહુને હાથ જોડી,

હું જાઉં છું, હું જાઉં છું,
એમ બોલ્યા એ શબ્દો યાદ આવે છે,

વરસાવો કરૂણા દયાના ઝરણા,
ભરી દો સમકિત સુખલડી...

પાલીતાણાના ગિરિવિહારમાં,
ગુરૂજીએ છોડ્યા છેલ્લા પ્રાણ,

ચાલ્યા જશે અમ રડતા મૂકીને,
એવું ન આવ્યું કોઇના મનડામાં ભાન,

જય સિદ્ધગિરિ,
જય વિમલગિરિ,
જય બોલો આદીશ્વરરાયની,

જપતા જપતા ચાલ્યા ગયા,
એ તો દાદાનું ધ્યાન ધરંતા ગયા.

હેમપ્રભ હેમપ્રભ શબ્દો ગૂંજે છે,
ગુરૂજીની યાદ સતાવી રહી,

વિભાકર વિજયની અપૂર્વ સેવા,
મલયને આપજો મુક્તિ ના મેવા,

ઓ કરૂણામૂર્તિ!
ઓ ક્ષમામૂર્તિ!

જય બોલો
પ્રભવચંદ્રસૂરિરાયની.

સમુદાયને સહાયતા કરજો,
શાસન શોભા વધારજો,

વરસાવો કરૂણા દયાના ઝરણા,
ભરી દો સમકિત સુખલડી...

વારિ વજ્રની વિનંતી સ્વીકારજો,
પરિવારને તમે દર્શન દેજો,

સંસ્થાને જોજો સ્વર્ગેથી આવજો,
પધારજો મુક્તિનગરમાં...

વરસાવો કરૂણા દયાના ઝરણા,
ભરી દો સમકિત સુખલડી...

Comments

Please login to comment
Next up
loading....